Saturday, November 21, 2009

hun manushya chun..

Since last few days things have been going in in my mind which I finally could take out in form of the following words...

હું શ્વાસ લઉં છું... હું મનુષ્ય છું
જન્મતાંજ રડુ છું.... કે રડતાં જન્મું છું.!..
નિષ્કપટ પ્રેમમાં ઊછરૂં છું. . . સંસ્કાર પામું છું
કપટ ને વિક્રુતિઓ ક્યાંથી મેળવું છું?
હું ક્રુતજ્ઞી છું
હું ક્રુતઘ્ની છું
હું સંતોષ છું
હું ઈર્ષા છું
હું ગીતા નો અભ્યાસી છું. . . પોતના નેજ હણું છું
હું સ્વર છું... સંગીત છું
હું પ્રેરણા છું... હતાશા છું
હું માંદગી છું... દવા છું
હુંજ બંદગી છું... દુઆ છું
હું અનૂભવ છું
હું સમાનાર્થ છું... વિરોધ છું
હું ક્રાંતિ છું... ચળવળ છું
હું કર્તા છું... વિનાશ છું
હું સર્જના છું... સ્મશાન છું
હું ગુન્હેગાર છું... મૂનસીબ છું
હું સુઃખ પામવા....દુઃખી છું
હું ધિક્કાર નો મહાસાગર છું
હું લાગણિઓ ની ઓટ છું
હું અપાર પ્રેમ છું
હું કરૂણા છું
હું દેવ છું... હુંજ વેદ છું. .
ઈચ્છું તો હુંજ ભગવાન છું. . .
પણ એક પ્રશ્ર્ન રોજ સતાવે છે. . . .
હું શ્વાસ લઉં છું . . હું મનુષ્ય છું ??