Wednesday, June 27, 2018

Monsoon special.. મને પ્રેમ નહીં પચે

મને બહુ પ્રેમ નહીં પચે,
હું માણેકબાગ ની ગટર ના ઢાંકણા સમો,
તારા પ્રેમ ની એક નજર માત્ર બહુ છે
મને છલકાઈ જાવા માટે,
ના, મને બહુ પ્રેમ નહીં પચે.

તારી આ રોંગસાઈડ પર ચલાવવાની લત,
હું જાણે BRTS ની બસ,
એમાં પાછા આ cctv કેમેરા,
ના હોં, મને પ્રેમ નહીં પચે.

હવે તો એક કામ થાય તો ઠીક,
પા ઇંચ વરસાદ પડે, ને તું મને મેહતા પર મલે,
૧૦૦ ગ્રામ ગાંઠિયા,૨૦૦ કઢી, તો તારો સંગાથ થોડો ગમે,
બાકી, ના હવે, મને બહુ પ્રેમ નહીં પચે...

#KashWrites
26 June 2018

No comments: