નથી હવે કોઈ દવાની અસર,
દુઆ છે બસ....ચાલશે
તૂટ્યું ભલે ને દિલ આ,
જીવન તૂટક તૂટક....ચાલશે
મિત્ર ને મિત્રતા, ભ્રમ ને ભ્રામક્તા
ભલે આ બધું હો એકજ....ચાલશે
સંબંધો ના સાગર ની ઓટ માં
મળે એકાદ સ્વજન....ચાલશે
બંદગી થી ના મળ્યો ખુદા,ઠીક છે,
જનાજે ચડીને મળશે....ચાલશે
મતલબ થી ભરેલ દુનિયામાં
સ્વ નો અર્થ પામું, એટલો સ્વાર્થ....ચાલશે
દુઆ છે બસ....ચાલશે
તૂટ્યું ભલે ને દિલ આ,
જીવન તૂટક તૂટક....ચાલશે
મિત્ર ને મિત્રતા, ભ્રમ ને ભ્રામક્તા
ભલે આ બધું હો એકજ....ચાલશે
સંબંધો ના સાગર ની ઓટ માં
મળે એકાદ સ્વજન....ચાલશે
બંદગી થી ના મળ્યો ખુદા,ઠીક છે,
જનાજે ચડીને મળશે....ચાલશે
મતલબ થી ભરેલ દુનિયામાં
સ્વ નો અર્થ પામું, એટલો સ્વાર્થ....ચાલશે
No comments:
Post a Comment